વેસ્ટ ઇન્ડિઝને 71 રને હરાવી ભારતે સતત સાતમી T-20 સીરિઝ જીતી, રોહિતે T-20 કરિયરની ચોથી સદી ફટકારી

India vs West Indies 2nd t20 Lucknow live news and updates

ભારતે બીજી ટી20 મેચમાં વિન્ડીઝને 71 રને હરાવીને ત્રણ ટી20 મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે. સુકાની રોહિત શર્માની (અણનમ 111) ચોથી સદીની મદદથી ભારતે પહેલા બેટીંગ કરતા બે વિકેટે 195 રનનો સ્કોર કર્યો હતો. રોહિતે 61 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને અણનમ 111 રન કર્યા હતા. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી કરનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડનો મુનરો (ત્રણ સદી) સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને હતો. જવાબમાં વિન્ડીઝે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 124 રન કરી શકી હતી.

India vs West Indies 2nd t20 Lucknow live news and updates

રોહિત અને ધવને પહેલી વિકેટ માડે 14 ઓવરમાં 123 રનની ભોગીદારી નોંધાવી હતી. વિન્ડીઝ સામે ટી20માં ભારત તરફથી સૌથી મોટી ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. આ પહેલાનો રેકોર્ડ 64 રનનો હતો. કોહલી અને ધવને 2017માં આ ભાગીદારી નોંધાવી હતી. જોકે નંબર 3 પર આવેલ રિષભ પંત નિષ્ફળ રહ્યો હતો. તેણએ 6 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન જ કરી શક્યો હતો અને પિયરની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રોહિત અને લોકેશે ત્રીજી વિકેટ માટે અણનમ 62 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે 14 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા.

India vs West Indies 2nd t20 Lucknow live news and updates

 

કુલદીપ યાદવે રાશિદ ખાનની બરોબરી કરી

કુલદીપ યાદવે આ મેચમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર અફઘાનિસ્તાનના રાશિદ ખાનની બરોબરી કરી. કુલદીપે 28 મેચમાં 72 વિકેટ ઝડપી છે. રાશિદે 29 મેચમાં 72 વિકેટ ઝડપી છે. દ.આફ્રિકાના રબાડા અને ઇંગ્લેન્ડના આદિલ રાશિદ 64-64 વિકેટ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.