MSMEને મોદીએ 59 મિનિટમાં 1 કરોડની લોન આપવાની યોજના શરૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને સહયોગ અને પ્રોત્સાહન આપવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત મોદીએ એક પોર્ટલ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત 59 મિનિટની અંદર જ 1 કરોડની લોનની મંજૂરી મળ જશે. વડાપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે 12 યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે, જેનાથી એમએસએમઈ સેકટરને સહાય મળશે. તેમણે કહ્યું્ હતું કે આ દિવાળીની ગીફટ છે.

એક કાર્યક્રમ દરમિયાન મોદીએ એમએસએમઈ માટે જાહેરાત કરી છે. આ પ્રકારના કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ 100 જગ્યાઓ પર થયા છે. મોદીએ કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ક્ષેત્રમાં ભારત 23 ક્રમાંક ઉપર આવ્યો છે. 4 વર્ષ પહેલા જયારે અમે સતામાં ન હતા, ત્યારે ભારતનું રેન્કિંગ 142મું હતું. હાલ આપણે 77માં નંબરે છીએ. અને મને લાગે છે કે ટોપ 50માં આવવાનું આપણું લક્ષ્ય વધુ દૂર નથી.

વ્યાજ સબસિડી વધારવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે પ્રી અને પોસ્ટ શિપમેન્ટમાં વ્યાજ સબસિડીને 3 ટકામાંથી વધારીને 5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય હવે 500 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવર વાળી દરેક કંપનીઓ માટે ટ્રેડ રિસીવેબલ ઈ-ડિસ્કાઉન્ટિંગ